ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન

ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના વેરહાઉસીંગ કોર્પોરેશન્સ એકટ, ૧૯૬ર હેઠળ તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજ કરવામાં આવેલ છે. અમો ગુજરાત ભરમાં વૈજ્ઞાનકિ ઢબે સંગ્રહની સુવિધા પુરી પાડીએ છીએ.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય

જીલ્લાવાર ગોડાઉન વિષે માહિતી
જીલ્લાવાર ગોડાઉન વિષે માહિતી

૪૮ સેંન્ટર્સમાં કુલ ગોડાઉન ૨૧૦ છે.

કુલ સંગ્રહક્ષમતા ૧,૭૦,૩૧૧ મે.ટન જાન્યુ. ૨૦૧૫ અંતીત

ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની પ્રાપ્તી

ગોડાઉનમાં સંગ્રહ કરવા માટે જગ્યા મેળવવા જાણો

વૈજ્ઞાનિક રીતે ખેતપેદાશો જેવી કે અનાજ, કઠોળ, બિયાં, મસાલા, રૂની ગાંસડી અને ઔદ્યોગિક વસ્‍તુઓ જેવી કે સીમેન્‍ટ, ખાતરો, રાસાયણ, પ્‍લાસ્‍ટીક દાણા અને સરકાર ઘ્‍વારા જાહેર કરેલ વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવે છે.

ફ્યુમીગેશન પદ્ધતી વિષે જાણો

ગોડાઉનમાં રાખવામાં આવતી જાળવણી કે જેમાં માલ ખરાબ કે તેમાં જીવજંતુ ન રહે તેની જાળવણી ફ્યુમીગેશન પદ્ધતી દ્વારા કરવામાં આવે છે.

ગોડાઉનમાં મુકેલ માલ માટેની વિમા યોજના

તમામ ગોડાઉનોમાં વીમાની સુરક્ષા આગ, ચોરી, રમખાણ અને હડતાળ પ્રવૃતિ સામે લેવામાં આવે છે.

  • ગોડાઉનોમાં મુકેલ માલને વિમાથી સુરક્ષીત કરવા માંટે જાણો

અન્ય સેવાઓ

  • અમારા ઘ્‍વારા આપવામાં આવતી વખાર રસીદ ગીરવે મુકીને સંગ્રહકર્તા બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે.
  • સંગ્રહકર્તા તરફથી વિનંતી કરાતા અમે અમારા ઘ્‍વારા માન્‍ય કરેલ કોન્‍ટ્રાકટર ઘ્‍વારા હેરફેર તથા ટ્રાન્‍સપોર્ટ સુવિધા પુરી પાડવામાં આવે છે.
  • અમે કસ્‍ટમ બોન્‍ડેડ વેરહાઉસની સુવિધા આપીએ છીએ જેના ઘ્‍વારા આયાતકારને કસ્‍ટમ ડયુટી ભરવામાં રાહત મળે છે.
  • અમે ડીસઈન્‍ફેસ્‍ટીનેશન સર્વિસ પુરી પાડીએ છીએ.
  • અમો ઈનલેન્‍ડ કન્‍ટેઈનર ડેપો / કન્‍ટેઈનર ફ્રેઈટ સ્‍ટેશનની સુવિધા પુરી પાડીએ છીએ.
  • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • Investment Intention Form
  • Strategic Partnership Form
  • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation